LTC Circulars-Jitendra Patel
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું
જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ
ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે.
તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર
અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા
વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની
રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર
થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦
દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.