પૂરા વેતનની માગણી સાથે સંઘની કચેરીએ વિદ્યાસહાયકોનો હોબાળો.
--》ગાંધીનગર, સોમવાર
પ્રાથમિક શિક્ષક સંઘે અરિયર્સની માંગણી કરતા વિદ્યાસહાયકોને પૂરા વેતનનો લાભ મળતો નહી હોવાના આક્ષેપ સાથે રાજ્યભરના અંદાજે ૫૦૦ જેટલા વિદ્યાસહાયકોએ આજરોજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. વિદ્યાસહાયકોને એરિયર્સ નથી જોયતું પણ પૂરો પગાર આપવાની માંગ સાથે મુખ્યમંત્રી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ રાજ્ય કર્મચારી સંઘને લેખિત રજુઆત કરી છે. ઉપરાંત પૂરા વેતનનો ઉકેલ નહી આવે તો આગામી સમયમાં વિરોધ કાર્યક્રમો યોજવાની ચિમકી ઉચ્ચારી છે.
ફિક્સ પગારની રીતિ-નિતિ ગેરબંધારણીય હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક દાયકાથી અનેક વિભાગોમાં ફિક્સ પગારી કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. ફિક્સ પગારને હાઇકોર્ટે ગેર બંધારણીય ગણાવ્યું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારી કર્મચારીઓને પૂરા વેતનનો લાભ આપવામાં આવ્યો નથી. પૂરા વેતનના મામલે વિદ્યાસહાયકના ગૃપે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને માંગણી કરી હતી. જેમાં રાજ્ય સરકાર પૂરો પગાર આપવા તૈયાર છે પરંતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ કર્મચારી સંઘ દ્વારા એરિયર્સની માંગણી કરવામાં આવી રહી છે.
સંઘની એરીયર્સની માંગણીને લીધે હજારો ફિક્સ પગારી કર્મચારીઓ પૂરા વેતનથી વંચિત રહ્યા હોવાનું રાજય સરકારે વિદ્યાસહાયકના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું. જેને પરિણામે આજરોજ રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે ૫૦૦ જેટલા વિદ્યાસહાયકો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સે-૧૩ ખાતેની કચેરીએ ઉમટી પડયા હતા. કારમી મોંઘવારીને પગેલે ફિક્સ વેતનમાં ઘર ચલાવવું કપરૂ બની રહ્યું છે. આથી અમારે એરીયર્સ નહી પરંતુ પૂરો પગાર જોઇએ છે તેવી માંગ સાથે વિદ્યાસહાયકોએ શિક્ષક સંઘની કચેરી ખાતે હંગામો મચાવ્યો હતો.  આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી જવાનો ડર કારણભૂત
ફિક્સ પગારદારોના વેતનમાં ર,૬૦૦થી ૩,૭૦૦ સુધીનો વધારો
ગુજરાત સરકારે તેમનાં જુદાં-જુદાં વિભાગોમાં સહાયક તરીકે અને અન્ય ફિક્સ પગારદાર તરીકે કામ કરતાં એક લાખ કર્મચારીઓના વેતનમાં રૃા.ર૬૦૦થી લઈને રૃા.૩૭૦૦ સુધીનો વધારો કર્યો છે. દિવાળી સમયે જ ૩૭ ટકાથી લઈને પ૮ ટકા સુધીનો વેતન વધારો જાહેર કરી સરકારે ફિક્સ પગારદારોની દિવાળી સુધારી દીધી છે. જો કે આ નિર્ણય પાછળ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી જવાનો ડર કારણભૂત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત સરકારે ફિક્સ પગારદારોની વ્યવસ્થા ઉભી કરી છે. વિદ્યા સહાયક, પંચાયત સહાયક, પોલીસ સહાયક સહિતના સહાયકોની ભરતી કરી યુવાનોને બહું જ ઓછું મહેનતાણું ચુકવાતું હતું. ચોક્કસ વર્ષ માટે આ ફિક્સ પગાર ચુકવવાની પ્રથાના લીધે પગારદારોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી હતી.
દરમિયાનમાં આજે ગુજરાત સરકારે આવા ફિક્સ પગારદારોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારના પ્રવક્તા મંત્રીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજ્ય સરકારની સેવાઓમાં વર્ગ ૩ અને વર્ગ ૪માં ફરજ બજાવતાં કર્મચારીઓને હાલની યોજના પ્રમાણે પ્રથમ પાંચ વર્ષ દરમિયાન અપાતા વેતનમાં માસિક રૃા.ર૬૦૦થી ૩૭૦૦ સુધીનો વધારો કર્યો છે.
હાલમાં જેમનો પગાર રૃા.૪પ૦૦ હતો તેના રૃા.૭૧૦૦ રૃપિયા કરવામાં આવ્યા છે. જેમનો પગાર રૃા.પ૩૦૦ હતો તેમના વધારીને રૃા.૭૮૦૦ કરવામાં આવ્યા છે. રૃા.૯૪૦૦નો પગાર હતો તેમાં વધારો કરીને રૃા.૧૩,પ૦૦ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦,૦૦૦ રૃપિયાનો પગાર હતો તે વધારીને રૃા.૧૩,૭૦૦ કરવામાં આવ્યા છે. આમ અનુક્રમે પ૮ ટકા, ૪૭ ટકા, ૪૪ ટકા, અને ૩૭ ટકાનો પગાર વધારો કરાયો છે. ગુજરાત સરકારે દિવાળીના સમયે જ વધારાની જાહેરાત કરતાં આ પગાર વધારાનો અંદાજે એક લાખ જેટલા કર્મચારીઓને તેમનો લાભ મળશે.
Sources from social media
 
Top