સુવિચારો

Ø જે વ્યક્તિ વાંચતી નથી. તે આ દુનિયાની સૌથી કમનસીબ વ્યક્તિ       છે. તે અનંત વિચારોના મધુર સ્પર્શથી વંચિત રહી જાય છે.
Ø જે ઘરમાં પાંચ પુસ્તકો નહોય તે ઘરમાં દીકરીને ન પરણાવવી
Ø ભણેલાઓ બીજાઓના દોષો જુએ છે. જયારે કેળવાયેલા પોતાના દોષો જુએ છે. ઓસ્કર વાઇલ્ડ
Ø જે અક્ષરજ્ઞાન જીવન જીવવાની કેળવણી ન આપે તે જ્ઞાન નથી પરંતુ શિક્ષિત મૂર્ખતા છે.
Ø વિવેક વિનાની વિદ્યા એ શ્રમ છે.
Ø જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.- થીઓડોર પાર્કર
Ø પ્રેમ અને શંકા એકબીજાની ભાષા સમજતા નથી.” –જિબ્રાન
Ø જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે કે અનાથ ના મુખમાં રોટલીનો ટુકડો મૂકી ન શકે એવા ધર્મમાં મને શ્રદ્ધા નથી. - સ્વામી વિવેકાનંદ
Ø તમે જે નથી જાણતા એટલું કબુલ કરો એ જ્ઞાન કહેવાય.   કોન્ફયુશિયસ
Ø અસત્યની સૌથી મોટી નબળાઈ એ છે કે તેને આજની વાત કાલે યાદ રહેતી નથી રસેલ
Ø અભણ કરતા પુસ્તક વાંચનારા શ્રેષ્ઠ છે. ગ્રંથોને ધારણ કરનારા વધુ શ્રેષ્ઠ છે, તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરનારા વધુ પ્રશસ્ય છે, અને તે જ્ઞાન વ્યવહારમાં મુકનારા શ્રેષ્ઠતમ છે. મનુસ્મૃતિ

Ø માનવ માત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે. ટોલસ્ટોય
Ø તમે તમારા સંગ્રહમાંથી આપોછો ત્યારે બહુ ઓછું આપો છો પરંતુ જયારે તમારા જીવનમાંથી તમે આપો છો ત્યારે જ ખરા અર્થમાં કઈંક આપો છો. જિબ્રાન
Ø સ્વમાન,આત્મજ્ઞાન, અને આત્મવિગ્રહ આ ત્રણ સદગુણોથી માણસનું જીવન સર્વોપરી સત્તા મેળવી શકે છે. ટેનિસન
Ø સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો. રામકૃષ્ણ પરમહંસ
Ø દરેક કામમાં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે. શર્લી વિલિયમ્સ
Ø કુદરતી દુઃખ એ પરીક્ષા છે, ઉભું કરેલું દુઃખ એક શિક્ષા છે. શ્રી અરવિંદ
Ø હું સંકટોથી બચવા નહિ પરંતુ સંકટોનો બહાદુરી પૂર્વક સામનો કરી શકુ તે માટે પ્રાર્થના કરું છું. રવીન્દ્રનાથ ટાગોર
Ø મહાન સંકલ્પ જ મહાન કાર્યોના જનક હોય છે. શેક્સપીઅર
 
Top